Karwa Chauth 2024: હિંદુ ધર્મમાં કરવા ચોથ એક અલગજ મહત્વ ધરાવે છે. આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબર 2024 ને રવિવારના રોજ છે. તો ચાલો જાણીએ શુભ મુહુર્ત અને ચંદ્રોદય સમય.
Karwa Chauth 2024: કરવા ચોથના દિવસે પરણિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખ શાંતિ માટે રાખતી હોય છે. સાથે સાથે અવિવાહિત છોકરીઓ પણ એક મનગમતો વર મેળવવા માટે આ વ્રત રાખતી હોય છે.
Karwa Chauth 2024
કરવા ચોથ 2024: કરવા ચોથના દિવસે મહિલાઓ ભગવાન શિવ, દેવી પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. પૂજામાં માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પાણી ભરીને ચંદ્રમાને અર્પણ કરવામાં આવે છે. પૂજા બાદ મહિલાઓ કરવા ચોથની કથા સાંભળે છે.
કરવા ચોથની પૂજામાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ માટીનો કરવો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ કરવા દ્વારા ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા છે. દર વર્ષે કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથ વ્રત 20 ઓક્ટોબર 2024 ના રોજ મનાવવામાં આવશે. પરણિત મહિલાઓ કરવા ચોથના દિવસે સરગી ખાઈને વ્રતની શરૂઆત કરે છે. પરંતુ આ સરગીનું સેવન સૂર્યોદય પહેલા કરવું જોઈએ, તો જ વ્રતનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.
કરવા ચોથ 2024
કરવા ચોથના વ્રતમાં મહિલાઓ આખો દિવસ પાણી પીધા વગર નિર્જલા ઉપવાસ કરે છે. સાંજે ચંદ્રની પૂજા કર્યા બાદ પતિનું મુખ જોઇ પારણાં કરે છે.
કરવા ચોથ 2024 પૂજા મુહૂર્ત 2024
કરવા ચોથ પૂજા મુહૂર્ત – સાંજે 05:17 થી 07:03 વાગે કરવા ચોથનો વ્રતનો સમય – સવારે 06:33 થી 07:21, કરવા ચોથ ચંદ્રોદય સમય – સાંજે 07:21 વાગે (શહેર મુજબ સમયમાં ફેરફાર થઇ શકે છે.)
દ્રિક પંચાગ મુજબ 20 ઓક્ટોબરે કરવા ચોથના દિવસે સાંજે 7.29 વાગ્યે ચંદ્રનો ઉદય થશે. શહેર મુજબ સમયમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતઆજ આની પુષ્ટિ કરતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.