HomeBusinessManba Finance Limited IPO: મનબા ફાઈનાન્સ લીમીટેડ IPO નું 23 સપ્ટેમ્બર થી...

Manba Finance Limited IPO: મનબા ફાઈનાન્સ લીમીટેડ IPO નું 23 સપ્ટેમ્બર થી જાહેર ભરણું શરુ થશે

Manba Finance Limited IPO: વધુ એક IPO શેરબજારમાં ધમાલ મચવા આવી રહ્યો છે. મનબા ફાઈનાન્સ લીમીટેડ આ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીનો IPO આવી રહ્યો છે.

Manba Finance Limited IPO: શેરબજારમાં રોકાણકારો માટે ફરી એકવાર તક આવી રહી છે. મનબા ફાઈનાન્સ લીમીટેડ IPO 23 સપ્ટેમ્બરના રોજ ઓપન થઇ રહ્યો છે અને 25 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે. હાલમાં શેરબજારમાં નવા રોકાણકારોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અને દરેક નવા ભરણામાં રોકાણકારો રસ દાખવી રહ્યા છે.

માનબા ફાઇનાન્સ સમગ્ર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 190 થી વધુ ઇલેક્ટ્રિક વાહન (EV) ડીલરો સહિત 1,100 ડીલરો સાથે ભાગીદારી ધરાવે છે.

કંપની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ટર્મ લોન અને રોકડ ક્રેડિટ સુવિધાઓ સહિત વિવિધ ચેનલોમાંથી ભંડોળ મેળવે છે. કંપની ખાનગી રીતે મૂકવામાં આવેલ લિસ્ટેડ અને અનલિસ્ટેડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) પણ જારી કરે છે અને તેની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા PTC વ્યવહારોમાં જોડાય છે.

Manba Finance Limited IPO Price Band

મનબા ફાઈનાન્સ લીમીટેડ IPO ની પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો 114 થી 120 રૂપિયા નક્કી થઇ છે. અને લોટ સાઈઝની વાત કરીએ તો 125 શેર છે.

Manba Finance Limited IPO માટે રોકાણકારો ઓછામાં ઓછા 125 ઇક્વિટી શૅર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 125 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ ભરવાની રહેશે. IPO સંપૂર્ણપણે અંદાજીત 1,25,70,000 શેર્સનો નવો ઈશ્યુ છે જેમાં કોઈ ઓફર ઓફ સેલનો હિસ્સો નથી. કંપની તેના તાજા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા ભંડોળનો મોટો બેઝ નિર્માણ કરી રહી છે.

આ પણ ખાસ વાંચો:

Manba Finance Limited IPO GMP

મનબા ફાઈનાન્સ લીમીટેડ IPO ના એલોટમેન્ટ વાત કરીએતો તેનું એલોટમેન્ટ 26 સપ્ટેમ્બરના રોજ છે અને તેનું લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરના રોજ છે. તેમજ Manba Finance Limited IPO GMP હાલ 50% ચાલી રહ્યું છે આ માત્ર એક સંભવિત છે જેમાં ફેરફાર થઇ શકે છે.

Manba Finance Limited IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

IPO સંપૂર્ણપણે અંદાજીત 1,25,70,000 શેર્સનો નવો ઈશ્યુ છે.

Manba Finance Limited IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

મનબા ફાઈનાન્સ લીમીટેડ IPO 23 સપ્ટેમ્બરના રોજ ઓપન થઇ રહ્યો છે.

Manba Finance Limited IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

મનબા ફાઈનાન્સ લીમીટેડ 25 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે.

Manba Finance Limited IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Manba Finance Limited IPO નું એલોટમેન્ટ (શેરની ફાળવણી) 26 સપ્ટેમ્બરે છે.

Manba Finance Limited IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Manba Finance Limited IPO નું લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરના રોજ છે.

Manba Finance Limited IPO નું GMP કેટલું છે?

Manba Finance Limited IPO નું GMP હાલ 50% ચાલી રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. GujaratAaj.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો